5 વર્ષ પહેલા ધોરાજીમાં ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે જે કાટમાળ થયો હતો તે કાટમાળ ધોરાજીનાં જનતા બાગમાં ખડકવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજસુધી જનતાબાગનો વિકાસ થયો નથી. ધોરાજીનાં તમામ ધર્મ અને જાતી જ્ઞાતિઓના તહેવારો ઉજવવા માટે ધોરાજી ખાતે એક જ જનતા બાગ છે, જે પણ બિસ્માર હાલતમા છે.
ધોરાજીથી 18 કિ.મી. દૂર આવેલ જેતપુર અને ઉપલેટામાં આવેલ જનતા બાગ વ્યવસ્થિત રીતે છે. ત્યારે ધોરાજીથી 3 કિ.મી. દૂર જમનાવડ ગામે પણ જનતાબાગનો વિકાસ થયો છે, પરંતુ ધોરાજીમાં આવેલ જનતા બાગ બિસ્માર હાલતમાં જોવા મળે છે. નગરપાલિકામાં સતા પરીવર્તન થયું તેને ઘણો સમય વિતી ગયો છે, પણ જનતાબાગનો વિકાસ રૂંધાઇ ગયો છે. ત્યારે ધોરાજીનાં નિવૃત આર્મી મેન ગંભીરસિંહ વાળાએ જનતા બાગને લઈને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જનતાબાગનો જલ્દીથી વિકાસ કરવામાં આવે તેવી માગ કરી હતી.