રાજકોટના ભાવનગર રોડ પર આવેલ આજી નદીના પટમાં અંદાજીત 50 વર્ષ કરતા પણ વધારે જૂની સખીપીરની દરગાહ આવી છે. આ દરગાહની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યાની જાણ મનપાને થઇ હતી. જેને લઇને બુધવારે મહાનગરપાલિકા દ્વારા વિજિલન્સ સ્ટાફને સાથે રાખીને આ વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
જેને લઈને વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો. ધાર્મિક આસ્થાથી જોડાયેલ મુસ્લિમો આગેવાનો આ અંગે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને મનપાને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.