- મુખ્ય આરોપી શકીલ અગાઉ ધાક ધમકીના ગુનામાં સંડોવાયેલ
- 15 લાખ રૂપિયાની ખંડણી માગી
રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં જમનાવડ રોડ પર રહેતા અને નદી બજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશ કુમાર લવજીભાઈ સંભવાણી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ધોરાજી શહેરમાં 5 પીરની વાડી વિસ્તારમાં રહેતા અને શકિલ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા શકિલ મીર છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદી પ્રકાશ કુમારની પાસેથી અનાજ કરીયાણાનો માલ ખરીદતો હતો અને ફરિયાદી તથા આરોપી એકબીજાને સારી રીતે ઓળખતા પણ હતા. થોડા દિવસ પહેલા શકીલ મીરે ફરિયાદી પ્રકાશકુમાર સંભવાણીને ફોન કરી રૂપિયા 15 લાખની ખંડણી માગી હતી. ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવ્યું કે, તારે જો ધંધો કરવો હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે. સુરેન્દ્રનગરનો PSI મારા સગા છે. પોલીસ મારૂ કંઈ જ બગાડી શકે નહીં એવી ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હાલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.