ગોંડલ બાલાશ્રમ ખાતે 7 દિકરીઓના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્નોત્સવમાં યોજાયેલ દાંડીયા રાસમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન જેન્તીભાઈ ઢોલ અને નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા સહિત રાજકીય આગેવાનો પરિવાર સાથે રાસે ગરબે ઘૂમ્યાં હતા.
નગરપાલિકા સંચાલિત બાલાશ્રમના લગ્નોત્સવમાં પાલિકા પ્રમુખ, સદસ્યો અને શહેરીજનો માંડવીયા પક્ષના દિકરીઓના માવતર બન્યા છે. શહેરીજનોની વ્હાલી 7 દિકરીઓના લગ્નોત્સવને લઈને જાન આગમન પહેલા બાલાશ્રમ ખાતે મંડપ ડેકોરેશન, લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અનાથ દિકરીઓના લગ્નોત્સવને લઈને શહેરીજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.