રાજકોટ : આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વાવાઝોડા પહેલા, દરમિયાન તેમજ બાદમાં કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કાગદડી, ધોરાજીના સુપેડી તથા છાડવાદર સહિતના ગામોમાં ઢોલ પીટી લોકોને તકેદારીની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગૌરીદડ ગ્રામપંચાયત દ્વારા માઈકથી લોકોને ચેતવણી પાઠવવામાં આવી હતી. લોકોને ઊંચા હોર્ડિંગ કે પતરા આસપાસ બાળકોને દૂર રાખવા તેમજ સરપંચ અને તલાટીને આ બાબતે જાણ કરવા સૂચિત કરાયા હતા કરવામાં આવ્યા હતાં.
ઢોલ પીટીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા : બિપરજોય વાવાઝોડુ મુખ્ય ત્વે સૌરાષ્ટ્રના દરિયાકિનારાઓને અસર કરે તેવી શક્યતાઓ છે, ત્યારે વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લામાં NDRFની ટીમ આવી પહોંચી છે. તેમજ તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બીજી તરફ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ઢોલ પીટીને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે વાવાઝોડા દરમિયાન ક્યાં પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. જેના કારણે આગામી દિવસોમાં લોકોને નુકસાનીના વેઠવી પડે. જ્યારે રાજકોટ કોર્પોરેશન પણ શહેરમાં બે દિવસ માટે રામવન, પ્રદ્યુમન પાર્ક ઝુ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિતની કોર્પોરેશન સંચાલિત સ્થળો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આવતીકાલે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય : રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા આવતીકાલે 13 તારીખના યાર્ડને બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી હવામાન વિભાગ નવી સુચના જાહેરના કરાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે. જ્યારે વાવાઝોડાને પગલે રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે તેમજ આજે બપોરના સમયે રાજકોટમાં ધીમીધારે વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે રાજકોટ મનપા તંત્ર પણ એલર્ટ થયું છે. બીજી તરફ ચક્રવાતી તોફાન બિપરજોયને પગલે કોઈપણ પ્રકારની સહાય માટે રાજકોટ ડિવિઝન દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુવિધા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.
આ તમામ હેલ્પલાઇન નંબરોની વિગતો નીચે મુજબ છે.
ક્રમ | વિસ્તાર | નંબર |
1 | રાજકોટ કોમર્શિયલ કંટ્રોલ | 9724094974 |
2 | રાજકોટ સ્ટેશન હેલ્પ ડેસ્ક | 9724094848 |
3 | ઓખા સ્ટેશન હેલ્પ ડેસ્ક | 02892-262026 |
4 | દ્વારકા સ્ટેશન હેલ્પ ડેસ્ક | 6353443147 |
5 | ખંભાળિયા સ્ટેશન હેલ્પ ડેસ્ક | 02833-232542 |
6 | જામનગર સ્ટેશન હેલ્પ ડેસ્ક | 6353443009 |
7 | હાપા સ્ટેશન હેલ્પ ડેસ્ક | 6353442961 |
8 | સુરેન્દ્રનગર સ્ટેશન હેલ્પ ડેસ્ક | 7228092333 |
9 | મોરબી સ્ટેશન હેલ્પ ડેસ્ક | 02822-230533 |