ETV Bharat / state

નર્મદામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - BANGLADESH HINDU VIOLENCE

નર્મદાના રાજપીપળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ રેલી કાઢીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

નર્મદામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારોને વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
નર્મદામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારોને વિરુદ્ધ વિરોધ પ્રદર્શન (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2024, 8:31 PM IST

નર્મદા: બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુવિરોધી હિંસા આચરવામાં આવી રહી છે. હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશની આ હિન્દુવિરોધી હિંસાના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

હિન્દુુ સંગઠનોએ વિશાળ રેલી કાઢી પ્રદર્શન કર્યુ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સફેદ ટાવર પાસેથી એક વિશાલ રેલી કાઢી હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિન્દુ સંગઠનોએ કહ્યું કે, સાધુ સંતો પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં. હિન્દુ સંગઠનોએ માંગણી કરી છે કે, બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ઈસ્કોનના સંતોને પણ મુક્ત કરવામાં આવે.

નર્મદામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારોને વિરુદ્ધ વિરોધ પ્રદર્શન (Etv Bharat gujarat)

ઇસ્કોનના સંતોની વોરંટ વગર ધરપકડ: નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસાનો વેગ વધ્યો છે. ઈસ્કોનના પ્રતિષ્ઠિત સંતોને વોરંટ વગર જ પોલીસ પકડીને લઈ જઈ રહી છે અને રાષ્ટ્રદ્રોહ જેવા ખોટા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ હિન્દુઓના પવિત્ર 3 મંદિરો પર ક્ટ્ટરપંથી ટોળાઓએ હુમલો કર્યો હતો. આ ઘટનાઓને જોતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિએ કહ્યું કે, હવે આપણે હમ દો હમારે દો નહિ પણ ચાર પેદા કરવા પડશે, જેથી હિન્દુઓની વસ્તીમાં વધારો થાય. નહી તો એ દિવસ દૂર નથી કે ભારતમાં બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ ઉપરાંત હિન્દુઓ પર અત્યાચારની નિંદા કરી હતી.

આ પણ વાંચો:

  1. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરૂદ્ધ પોરબંદરમાં વિશાળ મૌન રેલી યોજાઇ
  2. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારને લઈને ગુજરાતમાં હિન્દુ સંગઠનોનો વિરોધ, કલેક્ટરને આપ્યું આવેદન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.