ETV Bharat / state

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા PGVCL તંત્ર સજજ, 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત - Rajkot PGVCL 4389 electricians of PGVC to go on strike to cope with cyclone Bipore Joy

બિપરજોય વાવાઝોડાને પગલે તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે PGVCL તંત્ર સજ્જ બન્યું છે. કુલ 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારમાં સૌપ્રથણ હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને તાત્કાલિક મદદ પુરી પડાશે.

Cyclone Biparjoy
Cyclone Biparjoy
author img

By

Published : Jun 13, 2023, 8:48 PM IST

રાજકોટ: સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા PGVCLની ટીમ દ્વારા કરવામાંં આવી છે. જેમાં વીજ તંત્રની કુલ 830 જેટલી ટીમો કાર્યરત જોવા મળશે. 4,000 કરતાં વધારે વીજ કર્મીઓ ફરજ બજાવશે.

PGVCL દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરાયો: બિપોરજોય વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન વીજ થાંભલાઓનું થતું હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 84150 વીજ થાંભલા તથા 44253 જેટલા અલગ-અલગ વોટ પ્રમાણેના વીજ ટ્રાન્સફોર્મરના સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. PGVCLની અલગ અલગ ટીમો વિવિધ દરિયા કિનારે આવેલા પોતાના મુખ્ય મથક ખાતે પહોંચી ગઈ છે અને પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

' વાવાઝોડાને પગલે સુચારૂ આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી, કોર્પોરેટ લેવલ કંટ્રોલ રૂમ અને 24 કલાક રિપોર્ટિંગ ટીમની રચના કરવામાં આવી છે, જે સતત કામગીરીનું નિરીક્ષણ કરશે. કોર્પોરેટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત રહી ફરજ બજાવશે. PGVCLની 562 કોન્ટ્રાક્ટર ટીમ 3304 વીજકર્મીઓ સાથે તથા 268 જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમનાં 1085 સહીત કુલ 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. ' - ડી.વી.લાખાણી, મુખ્ય ઈજનેર, PGVCL

સૌપ્રથમ હોસ્પિટલને પ્રાથમિકતા અપાશે: વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પડાશે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા 782 વાહનો તથા 36 જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આવનાર વાવાઝોડાને સામે લડવા માટે હવે પીજીવીસીએલ તંત્ર પણ સજજ થયું છે.

તોકતે દરમિયાન લોકોને પડી હતી મુશ્કેલી: ઉલ્લેખનીય છે કે ગત વખતે વાયુ અને તોકતે વાવાઝોડા દરમિયાન પણ પીજીવીસીએલને જ સૌથી વધારે નુકસાની વેઠવી પડી હતી. જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયા કિનારા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેમજ આ વિસ્તારોમાં લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે આ બિપરજોય વાવાઝોડાને લઈને પીજીવીસીએલ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  1. Cyclone Biparjoy: ગુજરાતના નાગરિકોને CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
  2. Cyclone Biparjoy: સંભવિત ચક્રવાત બિપરજોયને લઈને કચ્છના જખૌ બંદર પરથી ETV Bharatનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  3. Biparjoy Impact: બિપરજોય વાવાઝોડું નબળું કરી રહ્યું છે ચોમાસુ, ગરમી વધવાથી અન્નદાતાઓને વરસાદની જોવી પડશે રાહ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.