- લોકોને ઉપલેટામાં જ સારવાર મળે તે માટે શરૂ કરાયું કોવિડ કેર સેન્ટર
- ભોવન ગોકળ છાત્રાલય ખાતે શરૂ કરાયું કોવિડ કેર સેન્ટર
- કોવિડ કેર સેન્ટર શરૂ થતાની સાથે જ થયું ફૂલ
રાજકોટ: વધતા જતા કોરોના પોઝિટિવ કેસ અને કોરોના સંક્રમણ દરમિયાન લોકોને વધુ સારવાર મળે અને નજીકના વિસ્તારમાં સારવાર મળી રહે તે માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેમાં ઉપલેટા શહેરની ભોવનભાઈ ગોકલભાઈ પટેલ છાત્રાલય ખાતે આ કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં હાલ સારવાર કેન્દ્ર શરૂ થતાં જ તમામ બેડ હાલ ફૂલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: જૂનાગઢના પરબત પટેલ સમાજમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયું
કેન્દ્ર શરૂ થતાં જ ગણતરીની કલાકોમાં ફૂલ થઇ ગયું
ઉપલેટાના આ સારવાર કેન્દ્ર પર 16 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર પણ હજુ વધુ દર્દી સારવાર લઈ શકે તે માટે પણ પુરતી તૈયારીઓ હાલ ચાલી રહી છે અને ડોક્ટર દ્વારા દર્દીને તમામ પ્રકારની સારવાર જે કોરોના અંતર્ગત આપવામાં આવે છે તે હાલ આ કેન્દ્ર પર આપવામાં આવી રહી છે. ત્યારે આ કેન્દ્ર શરૂ કરતાં જ તુરંત જ ગણતરીની કલાકોમાં ફૂલ થઇ ગયું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસ આવી લોકોની મદદે: કાર્યાલયોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરશે