ETV Bharat / state

Corona variant Omicron: રાજકોટ સિવિલના ICU વોર્ડમાં 42 બેડના બે વોર્ડ ઉભા કરાયા

રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Corona variant Omicron)સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ બે ICU વોર્ડમાં 42 બેડ (Arrangement of 42 beds in Civil Hospital)તૈયાર રાખવામાં આવ્યા છે. આ નવા વાયરસ સામે લડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં(Rajkot Civil Hospital) બેડની વ્યવસ્થા અલગ ગોઠવામાં આવી છે.રાજકોટમાં ઓમિક્રોન વાયરસના(Omicron virus) એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી પરતું વહીવટી અને સિવિલ તંત્ર દ્વારા ઓમિક્રોન વાયરસના અગમચેતીના ભાગરૂપે આ બે વોર્ડ અલગ ઉભા કરવામાં આવ્યા છે.

Corona variant Omicron: રાજકોટ સિવિલના ICU વોર્ડમાં 42 બેડના બે વોર્ડ ઉભા કરાયા
Corona variant Omicron: રાજકોટ સિવિલના ICU વોર્ડમાં 42 બેડના બે વોર્ડ ઉભા કરાયા
author img

By

Published : Dec 7, 2021, 6:26 PM IST

  • રાજકોટ સિવિલ દ્વારા હાલ બે ICU વોર્ડમાં 42 બેડ તૈયાર રાખવામાં આવ્યા
  • વહીવટી અને સિવિલ તંત્ર દ્વારા ઓમિક્રોન વાયરસના અગમચેતીના ભાગરૂપે બે વોર્ડ
  • રાજકોટમાં હજુ સુધી ઓમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજકોટ: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Corona variant Omicron)સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ બે ICU વોર્ડમાં 42 બેડ(Arrangement of 42 beds in Civil Hospital) તૈયાર રાખવામાં આવ્યા છે.વેન્ટીલેટર સહીત તમામ સુવિધાઓ સાથેના બન્ને વોર્ડને સૅનેટાઇઝ કરી ખાસ આઇસોલેટડ રાખવામાં આવ્યા છે. બંને વોર્ડમાં તમામ જરૂરી દવાઓ ઉપલબ્ધ રખાઈ છે. જો કે હજુ સુધી રાજકોટમાં ઓમિક્રોન વાયરસના એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી પરતું વહીવટી અને સિવિલ તંત્ર દ્વારા ઓમિક્રોન વાયરસના(Omicron virus) અગમચેતીના ભાગરૂપે આ બે વોર્ડ અલગ ઉભા કરવામાં આવ્યા છે.

ઓમિક્રોન વાયરસ મામલે 6 ડિસેમ્બરે યોજાઈ હતી બેઠક

સિવિલ હોસ્પિટલમાં આવેલ પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને આ વોર્ડમાં અલાયદા રાખવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા 6 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ હતી.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટ

રાજકોટમાં હજુ સુધી ઓમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓમિક્રોન વાયરસનો પ્રથમ કહી શકાય એ કેસ જામનગર ખાતે નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં છે. ત્યારે આ નવા વાયરસ સામે લડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 42 બેડની વ્યવસ્થા અલગ ગોઠવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. જેમને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જુનાગઢના વિદ્યાર્થીઓ ચીન કરતા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરાયા

આ પણ વાંચોઃ Contempt Of Court Hearing: હાઈકોર્ટે AMCને લગાવી ફટકાર, પૂછ્યું- જરા પણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.