- સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં કોરોના પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા
- બે કર્મચારી તેમની પાછળ દોટ મૂકી બચાવવા જતાં CCTVમાં દેખાયા
- દર્દીની ઉંમર વર્ષ 50 હોવાનું અને તે કુવાડવાના સાયપર ગામમાં રહેતો હતો
રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં વહેલી સવારે ચોથા માળેથી કૂવાડવાના સાયપરના એક કોરોના પોઝિટિવ દર્દીએ લોબીમાંથી છલાંગ લગાવી દેતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. આ અગાઉ થોડા દિવસો પહેલા સમરસ કોવિડમાં એક મહિલા દર્દીએ છલાંગ લગાવતા મોત થયું હતું.
આ પણ વાંચો : બેંગાલુરૂમાં કોરોના પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા
કોરોના પોઝિટિવ દર્દીએ કૂદકો મારતાં ઘટના સ્થળે જ મોત
વહેલી સવારે કોવિડ બિલ્ડીંગના ચોથા માળેથી એક કોરોના પોઝિટિવ દર્દીએ કૂદકો મારતાં ઘટના સ્થળે જ મોત થતા અરેટેરી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આત્મહત્યા કરનાર દર્દીનું નામ જાગા મોહન ભલગામડીયા તથા ઉંમર વર્ષ 50 હોવાનું અને તે કુવાડવાના સાયપર ગામમાં રહેતાં હોવાનું ખુલ્યું હતું. ઘટના સ્થળે મૃતકના પરિવારજનો હાજર હોવાથી પોલીસે પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ અંતિમવિધી માટે સોંપ્યો હતો.
આ પણ વાંચો : 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા
પરિવારજનોએ વિશ્વાસ ન કરતા હોસ્પિટલ સ્ટાફે CCTV ફૂટેજ બતાવ્યા
શરૂઆતમાં તો પરિવારજનોએ જાગા આવું પગલું ભરે જ નહિ તેમ કહેતાં હોસ્પિટલ સ્ટાફે CCTV ફૂટેજ બતાવ્યા હતાં. જેમાં જાગા વોર્ડમાંથી બહાર નીકળી લોબીમાં જઇ છલાંગ લગાવતાં હતાં. બે કર્મચારી તેમની પાછળ દોટ મૂકી બચાવવા જતાં દેખાયા હતા. એ પછી પરિવારજનોએ ઘટનાને સત્ય માની હતી. કોરોનાથી કંટાળી જઇ જાગાએ આ પગલુ ભરી લીધું હતું. સારું નહિ થાય તેવો ભય લાગતાં પગલુ ભર્યાની શક્યતા હાલ પોલીસને જણાઇ છે. તપાસ યથાવત રાખવામાં આવી છે