ETV Bharat / state

સિન્ડિકેટ સભ્યને સભ્ય પદેથી દૂર કરવા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી વિવાદ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોની પર્યાય બની (Controversy in Saurashtra University) છે. ઇન્ચાર્જ કુલપતિ પ્રો.ગીરીશ ભિમાણીએ ડો.કલાધર આર્યને સિન્ડિકેટ પદેથી હટાવવા તબલા બોર્ડ અને પર્ફોર્મિંગ આર્ટસનાં સભ્ય પદેથી દુર કરવામાં આવતા રાજકારણ ગરમાયું (Controversy regarding removal of syndicate member) છે.

Controversy in Saurashtra University
Controversy in Saurashtra University
author img

By

Published : Jan 4, 2023, 7:16 PM IST

સિન્ડિકેટ સભ્યને સભ્ય પદેથી દૂર કરવા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી વિવાદ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી (Controversy in Saurashtra University) છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકાળી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી (Acting Chancellor Saurashtra Uni Dr Girish Bhimani) દ્વારા પ્રોફેસર અને સિન્ડિકેટ સભ્ય એવા કલાધર આર્યને એકાએક તબલા બોર્ડના સભ્યપદે અને ચેરમેન પદેથી તેમજ પરફોર્મિંગ આર્ટસ અને વિદ્યા શાખાના સભ્ય પદેથી તાત્કાલિકો દૂર કરવાના આદેશ કર્યા છે. કુલપતિના આ આદેશના કારણે યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જ્યારે આ અગાઉના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ દ્વારા તેમની નિમણૂકને યોગ્ય ઠેરાવવામાં આવી હતી. ત્યારબાદ હવે કાર્યકારી કુલપતિ દ્વારા કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદેસર ઠેરવામાં આવી છે. જેને લઇને ફરી એકવાર યુનિવર્સિટી પર અનેક સવાલો ઊભા થયા (Controversy regarding removal of syndicate member) હતા.

આ પણ વાંચો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાલવાટિકા શરૂ કરાશે

સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરીશ: આ મામલે પ્રોફેસર કલાધર આર્યાએ જણાવ્યું (Professor Kaladhar Arya) હતું કે આવા 17 અભ્યાસ બોર્ડ છે. જેમાં જે તે વિષય સિવાયના વ્યક્તિવિશેષોને કુલપતિએ વર્ષોથી નિમણૂક આપી છે. ત્યારે આ નિમણૂકમાં એવું જરૂરી નથી કે જે તે વિષયનો વ્યક્તિ જે તે વિષયનો અધ્યાપક હોવો જોઈએ. જે અધ્યાપકોની સંખ્યા બોર્ડ માટેની પૂરી થતી નથી તે જગ્યાએ બોર્ડનું કોરમ પૂરું કરવા માટે વધુમાં વધુ ત્રણ જેટલા વ્યક્તિવિશેષોની નિમણૂક કુલપતિ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ મારી પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી નથી. તેમજ આવી આ એક જ બોર્ડમાં માત્ર નિમણૂક નથી. આવા 17 બોર્ડમાં આ પ્રકારની નિમણૂક કરવામાં આવી છે પરંતુ વર્તમાન કાર્યકાળી કુલપતિએ પૂર્વગ્રહ અને કિન્નાખોરી દાખવીને બદલાની ભાવનાથી મારું મુખ્ય સભ્યપદ રદ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો 57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો

અમને આદેશ મળ્યા તે પ્રમાણે કર્યું: આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ અમિત પારેખે જણાવ્યું હતું કે અમારી પાસે થોડા દિવસો પહેલા એક અરજી આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કલાધર આર્યની નિમણૂક છે તે યોગ્ય રીતે કરવામાં આવી નથી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડમીક વિભાગમાં પણ એક નોંધ આવી હતી. જેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કાયદાકીય પ્રક્રિયા છે તે પ્રમાણે કલાધાર આર્યની નિમણૂક કરવામાં આવી નથી. જેને લઈને અમને આદેશ મળ્યા હતા કે આ એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી થઈ નથી એટલે બોર્ડ ઓફ સ્ટડી માંથી કલાધર આર્યને દૂર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.