ETV Bharat / state

મુખ્યપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી જન સેવા અને લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિકાસલક્ષી અને લોકસેવાલક્ષી કાર્યક્રમો યોજાવાના છે. તે સાથે રાજકોટ ખાતે 2 ઓગસ્ટના રોજ સંવેદના દિન નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જ્યારે 2 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાનનો જન્મદિવસ હોવાથી રાજકોટ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુનો રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પણ રાજકોટ ખાતે યોજાશે.

રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ,  મુખ્યપ્રધાની અધ્યક્ષસ્થાને યોજાશે વિવિધ કાર્યક્રમો

author img

By

Published : Aug 1, 2021, 12:59 PM IST

Updated : Aug 1, 2021, 1:19 PM IST

  • સુશાસનના 5 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં કરાશે ઉજલવણી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાશે
  • સેવા સેતુનો રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પણ રાજકોટ ખાતે યોજાશે

રાજકોટ: મુખ્યપ્રધાન વિજયરૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી જન સેવા અને લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિકાસલક્ષી અને લોકસેવાલક્ષી કાર્યક્રમો યોજાશે. જેમાં રાજકોટમાં 2 ઓગસ્ટના રોજ સંવેદના દિન નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. 2 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાનનો જન્મદિવસ હોવાથી રાજકોટ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુનો રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પણ રાજકોટ ખાતે યોજાશે.

તમામ કાર્યક્રમોમાં કોવિડ પ્રોટોકોલ સાથે ઉજવાશે

આ તમામ કાર્યક્રમોમાં કોવિડ પ્રોટોકોલ અને માર્ગદર્શિકાનું પાલન સાથે વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર, સામાજિક સંસ્થાઓ, મહાનગરપાલિકા, રાજકોટ પોલીસ, જિલ્લા ભાજપા, પુજીત રૂપાણી ટ્રસ્ટ, સમાજ સુરક્ષા વિભાગ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન થશે. કુલ 10 કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે. 2 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત, 9:30 કલાકે વાગુદડ ખાતે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ, સવારે 10.30 કલાકે કેન્દ્રીય વિદ્યાલય કાલાવડ રોડ ખાતે દિવ્યાંગ બાળકો માટે નિવાસી ગૃહનું ભૂમિ પૂજન, સવારે 11 કલાકે ધરમેન્દ્ર સિંહજી કોલેજ, યાગ્નિક રોડ રાજકોટ ખાતે સંવેદના દિનની ઉજવણી અંતર્ગત સેવા સેતુનો મુખ્ય કાર્યક્રમ કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો: આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે

અનાથ બાળકોને સહાય મંજુરી પત્ર એનાયત કરાશે

કાર્યક્રમમાં અનાથ બાળકોને સહાય મંજુરી પત્ર એનાયત કાર્યક્રમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આયોજન હેઠળ યોજાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ બાળકો અને પાલક વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

CM અનાથ બાળકો સાથે ભોજન લેશે

મુખ્યપ્રધાન બપોર 12:30 કલાકે અનાથ બાળકો સાથે જનકલ્યાણ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ભોજન લેશે. બપોરે બે કલાકે પુજીત રૃપાણી ટ્રસ્ટના સેવાકીય કાર્યો અંતર્ગત કિલ્લોલ ભાવનગર રોડ ખાતે ,બપોરે 3 કલાકે રામનાથ પરા પોલીસ લાઈન ગ્રાઉન્ડ ખાતે રાજકોટ પોલીસ આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે .આ ઉપરાંત સાંજે 4 કલાકે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરના હિંડોળા દર્શન સહિતના કાર્યક્રમમાં અને સાંજે 5 કલાકે ભાજપા ઓફિસ ખાતે બેઠકમાં સહભાગી થશે. સાંજે 6 કલાકે ભાજપા દ્વારા કીટ વિતરણ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Last Updated : Aug 1, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.