ETV Bharat / state

રાજકોટકમાં 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઇ ફરિયાદ - રાજકોટ પોલીસ

રાજ્ય સરકાર દ્વારા ભુમાફિયાઓ(Bhumafia) વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એકટ(Land Grabbing Act) કાયદો ઘડવામાં આવ્યો છે.રાજકોટ તાલુકા પોલીસ (Rajkot Taluka Police)દ્વારા 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ(Land Grabbing Act) મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો દ્વારા ફરિયાદીની જમીન પર છેલ્લા 11 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા હતા.

રાજકોટકમાં 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઇ ફરિયાદ

author img

By

Published : Oct 27, 2021, 9:18 AM IST

  • રાજકોટક 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ
  • 11 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા
  • પોલીસે 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ધરપકડ કરી

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ભુમાફિયાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એકટ(Land Grabbing Act) કાયદો ઘડવામાં આવ્યો છે. ત્યારે ભુમાફિયાઓ(Bhumafia) વિરુદ્ધ હવે નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે રાજકોટ તાલુકા પોલીસ (Rajkot Taluka Police)દ્વારા 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ (Land Grabbing Act)મુજબ ગુનોી નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.

11 વર્ષથી ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો કબ્જો

આ શખ્સો દ્વારા ફરિયાદીની જમીન પર છેલ્લા 11 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા હતા. જે મામલે ફરિયાદી અનુપકુમાર હીરાલાલ રાવલ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા આજે તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબની ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.

લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

આ મામલે અનુપકુમાર હીરાલાલ રાવલ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે તેમની જમીન રાજકોટમાં મવડી વિસ્તારમાં મોજ ગામ સર્વે નં 51ની સનદ નં 148, પ્લોટ નં 52ની ચો.મી.આ 500ની રૂ.61 હજારની કબ્જા વાળી જમીન પર છેલ્લા 11 વર્ષથી 6 જેટલા શખ્સોએ ભેગા મળીને ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. તેમજ અહીં રહેવા માટે ગેરકાયદેસર બાંધકામ કરી ઓરડીઓ બનાવી હતી. તેમજ આ જમીન પચાવી પાડી હતી. જ્યારે ફરિયાદીને આ જમીન પર તેમનો કોઈ હક્ક હિસ્સો નહિ હોવાનું પણ જણાવ્યું હતું. જેને લઈને અનુપકુમાર દ્વારા આ ઇસમનો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ શખ્સોની પોલીસે કરી ધરપકડ

રાજકોટ તાલુકા પોલીસે જયરાજ મોહનભાઇ રાઠોડ, પ્રદીપ મોહનભાઇ રાઠોડ, હકાભાઈ ઉર્ફ હક્કો બોઘાભાઈ શિયાળ, ભીખાભાઇ વેજાભાઈ ગમારા, રાજુભાઇ ગોવિંદભાઈ ગમારા અને લીંબાભાઈ ભલાભાઈ ચાવડિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પ્રથમ વખત પોલીસ દ્વારા 6 જેટલા શખ્સો વિરુદ્ધ એકી સાથે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

6 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગ્રેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો

રાજકોટમાં ભુમાફિયાઓ દ્વારા જમીન પચાવીને તેના પર ગેરકાયદેસર કબ્જો કરવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ 6એ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બે દિવસ પહેલા જ રાજકોટમાં ગેરકાયદેસર રીતે ફ્લેટ પચાવી પાડવા મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા પોલીસ કોન્ટેબલ ગૌતમકુમાર જેલમભાઈ વાઘેલા વિરુદ્ધ પણ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચોઃ રાજકોટના પૂર્વ અધિક કલેક્ટરના ઘરમાંથી રૂ.3 લાખથી વધુને મુદ્દામાલની ચોરી

આ પણ વાંચોઃ Food Checking Drive માં રાજકોટ આરોગ્યવિભાગનો સપાટો, ડ્રાયફ્રુટ અને ઘીના નમૂના લીધા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.