એક વ્યક્તિ દીઠ રૂપિયા 700 ઉઘરાવીને ભારત સરકાર દ્વારા કાઢી આપવામાં આવતું નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલે 9 ઈસમો સામે ફરિયાદ નોંધી છે.
જ્યારે 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમો ભરૂચના એક ડોક્ટરના આઈ.ડી પરથી આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપતા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઈસમો દ્વારા અગાઉ અમદાવાદ, ભાવનગર સહિતના શહેરમાં આ પ્રકારનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.