રાજકોટઃ સૌરાષ્ટ્ર પાટનગર એવા રંગીલા રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાની સમસ્યા (Water problem may arise in Rajkot) સર્જાય છે. જ્યારે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરા દ્વારા સરકારને પત્ર લખીને (Commissioner write to latter about Water problem) સૌની યોજના મારફતે પાણી આપવાની માંગણી કરાઈ છે. રાજકોટમાં આજી 1 અને ન્યારી 1 ડેમમાં ફેબ્રુઆરી સુધીમાં પાણી ભરવામાં નહીં આવે તો શહેરીજનોને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હજુ તો ઉનાળાને ઘણી વાર છે, એ પહેલા જ રાજકોટ વાસીઓને નવા વર્ષે જ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ફેબ્રુઆરી સુધી જ ચાલી શકે તેટલું પાણી: ચોમાસા દરમિયાન રાજકોટના આજી અને ન્યારી બંને ડેમ છલકાઈ ગયા હતા પરંતુ હાલ રાજકોટનો વિસ્તાર વધી ગયો છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા રાજકોટમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરાય છે. જ્યારે હાલ આજી 1 અને ન્યારી 1 ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો છે. એવામાં જો દૈનિક 20 મિનિટ રાજકોટને પાણી આપવામાં આવે તો આગામી દિવસોમાં ફેબ્રુઆરી સુધીમાં આ પાણી છે તે પૂર્ણ થઇ જશે. જેના પહેલા રાજકોટ મનપા કમિશનર દ્વારા સરકારને સૌની યોજના મારફતે રાજકોટના આજી 1 અને ન્યારી 1 ડેમ ભરવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ચૂંટણી પુરી થતાં વેરાનો બોજ, ધારાસભ્ય એ આપ્યું પ્રજાને સમર્થન
દૈનિક 350 MLD પાણીનું વિતરણ: રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા દૈનિક 350 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. એવામાં આજીડેમ 1માં રહેલ પાણીનો જથ્થો 25 જાન્યુઆરીથી અને ન્યારી 1ડેમ માં રહેલ પાણીનો જથ્થો 15મેથી આપવાની માંગણી કરવામાં આવી છે. જ્યારે આ બંને ડેમમાં પાણી પૂર્ણ થઈ જશે ત્યારે મનપા પાસે સૌની યોજના સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી. હાલ ભાદર ડેમમાંથી દરરોજ 45 MLD પાણી રાજકોટમાં આપવામાં આવી રહ્યું છે. જેને લઇને મનપા કમિશનર દ્વારા સૌની યોજનાનું પાણી ડેપોમાં ઠાલવવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
સૌની યોજનાના પાણીની માંગ: રાજકોટ આજીડેમ 1માં 1350 MCFT અને ન્યારી 1ડેમમાં 270 MCFT પાણીનો જથ્થો આપવાની માંગણી રાજકોટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જ્યારે ફેબ્રુઆરી પહેલા આ પાણીનો જથ્થો સૌની યોજના મારફતે ડેમોમાં ઠાલવવાની માંગણી કરી છે. તેમજ આગામી દિવસોમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ભરવામાં નહિ આવે તો રાજકોટમાં દૈનિક 20મિનિટ આપવામાં આવતું પાણી વિતરણ ખોરવાઈ શકે છે અને રાજકોટ વાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: ખેડૂતો ખુશઃહાફુસ-કેસર કેરીનો મબલખ પાક ઊતરાવાના એંધાણ, આંબાપ્રેમી આતુર
આગામી સમસ્યા ન સર્જાય તે માટે માંગ: આ અંગે મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આપણે દૈનિક 350 MLD પાણીનું વિતરણ શહેરમાં કરીએ છીએ. જ્યારે હાલમાં આપણી પાસે પાણી પર્યાપ્ત માત્રામાં છે. આજીમાં 15 ફેબ્રુઆરી સુધી તેટલું પાણી છે અને ન્યારીમાં 31મેં સુધી પાણીનો જથ્થો આપણી પાસે ચાલે એટલો છે. જ્યારે ભાદરમાં 31 ઓગસ્ટ સુધી ચાલે એટલો જથ્થો છે. એવામાં આજી ફિલ્ટર પ્લાન તરફથી જે વિસ્તારમાં પાણી આપવામાં આવે છે તે વિસ્તારો માટે પાણીની માંગણી કરવામાં આવી છે. જ્યારે વર્ષમાં 1080 MCFT પાણીની માંગણી કરવામાં છે.