રાજકોટ: ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાઈ હતી. જેની મોટાભાગની વ્યવસ્થા રાજકોટ વહીવટી તંત્રએ સાંભળી હતી. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના 8 જેટલા પત્રકારોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કવરેજ કરવા માટે રૂપિયા 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે જે પત્રકારોએ સામેથી અમને જાહેરાત આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા. આ સાથે જ કલેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ ઘટનામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.