ETV Bharat / state

સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવને ખુલ્લો મુકતા CM, કહી મોટી વાત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ (Swaminarayan Gurukul Rajkot ) ના અમૃત મહોત્સવને (Amrit Mohotsav )સહજાનંદનગર ખાતે ખુલ્લો (CM Bhupendra Patel Inaugurating Amrit Mohotsav )મુક્યો હતો. રાજકોટ સ્વામિનારાયણ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના 75 વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવને ખુલ્લો મુકતા સીએમ, શા માટે આવ્યાં તેનું સરસ કારણ કહ્યું

author img

By

Published : Dec 22, 2022, 10:17 PM IST

રાજકોટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Inaugurating Amrit Mohotsav ) સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ (Swaminarayan Gurukul Rajkot ) પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને (Amrit Mohotsav ) સહજાનંદનગર ખાતે ખુલ્લો મુક્યો હતો. તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના 75વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના 75 વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે એક સુભગ સમન્વય છે. સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે ઉચ્ચ માનવ મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે, જે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચો સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી

અમે અહીં સંતોમહંતોના આશીર્વાદ લેવા આવ્યા: CM ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ મુખ્યપ્રધાને ગુજરાત રાજ્યના વિકાસમાં સૌ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરી શકીએ તે માટે અમે અહીં સંતો મહંતોના આશીર્વાદ લેવા આવ્યા હોવાનું પણ સગૌરવ જણાવ્યું હતું. જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat )એ કહ્યું હતું કે, રાજકોટ ગુરૂકુળની આજે બીજ માંથી વટવૃક્ષ સમાન એક સંસ્થા બની ગઇ છે. મેં ગુરુકુળની કામગીરીને નજીકથી જોઈ છે. તેમના ગુરૂકુળ વિશાળ અને આલીશાન છે. સ્વામિનારાયણ સંસ્થાના સિદ્ધાંતોને વાગોળતા તેમણે કહ્યું હતું, જે દેશમાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ નિશ્ચિત છે. ભારતીય નારીનું સન્માન વર્ષોથી કરવામાં આવે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનું માતા-બહેનો-દિકરીઓ પ્રત્યેનું આદર સન્માન જોઈને હું પ્રભાવિત થયો છું. તેઓ મંદિર બનાવીને પુજા પાઠ પુરતું સિમિત નથી પરંતુ કુરીવાજો વિરુધ્ધ કામ કરે છે, આરોગ્ય માટે જરૂરી સાધન-સુવિધા પુરી પાડે છે, બાળકોને ભણાવે છે, ગાયોનું અને ધર્મનું રક્ષણ કરે છે, માતાઓનું સન્માન કરે છે.

આ પણ વાંચો શતાબ્દી મહોત્સવમાં પહોંચવા માટે PSM 100 એપ્લિકેશન બનશે ગાઈડ

હાલ 50 ગુરૂકૂળ કાર્યરત રાજ્યપાલ રાજ્યપાલે જણાવ્યુ હતુ કે હાલ 50 જેટલા ગુરૂકૂળ કાર્યરત છે, પરંતુ રાજકોટમાં બાળકીઓ માટે બની રહેલું ગુરૂકુળ એક સરાહનીય કાર્ય છે. નારી એ સમાજનો અડધો હિસ્સો છે, આપણે સૌએ માતાના ગર્ભમાંથી જન્‍મ લીધો છે. માતા એ પ્રથમ ગુરૂ છે. બાળકીઓ બે કુળને શિક્ષિત-દિક્ષીત કરે છે. માટે તેમને શિક્ષણ આપવું જ જોઈએ. બાળકીઓના શિક્ષણ માટે ગુરૂકુળના દાતાઓએ કરા અર્થમાં પરોપકારનું કાર્ય કર્યું છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ સહજાનંદ નગરના પ્રાંગણમાં હિમાલય ગેટ પર સહજાનંદ સ્વામીની પ્રતિમાનું પુષ્પથી પૂજન તેમજ રીબીન કાપી મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ગુરુકુળના બાળકો દ્વારા સ્વાગત નૃત્યથી કરવામાં આવ્યો હતો. સંત મહંતો તેમજ મહાનુભાવો દ્વારા રાજકોટ ગુરુકુળ સંસ્થાન દ્વારા નિર્માણ થવા જઈ રહેલ કન્યા ગુરુકુળની ભૂમિના બાંધકામની પ્રથમ ઇટનુ (ઇષ્ટિકા) પૂજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર અને જામનગરના ગુરુકુળનું લોકાર્પણ મુખ્યપ્રધાને સુરેન્દ્રનગરનું સ્વામિનારાયણ ગુરુકુળ મંદિરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળ મંદિરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. સ્વામિનારાયણ સંસ્થાનની 75 વર્ષની સફળ યાત્રાની ફિલ્મ નિર્દર્શન કરવામાં આવ્યુ હતું. વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ સંસ્થાની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.