વેકેશન પૂર્ણ થતાં શાળા-કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયુ છે. રાજકોટમાં મોટાભાગની શાળા અને કોલોજો NOC લીધા વિના શરૂ કરવામાં આવી હોવાની માહિતી ફાયરવિભાગને મળતા જ વહેલી સવારથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જે શાળાઓએ ફાયરસેફ્ટીના સાધનો વસાવવા માટેની અરજી નહીં કરી હોય તે સંસ્થાઓ બંધ કરવાના આદેશ તંત્ર દ્વારા આપી દેવાયા છે. સંસ્થાઓએ NOC માટે અરજી કરી હોય અને અરજીની કાર્યવાહી પૂર્ણ ન થઈ હોય છતાં જો શાળા-કોલેજો શરૂ કરાઈ હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. સુરતની તક્ષશિલા આર્કેડમાં બનેલી ઘટના બાદ તમામ જિલ્લાના તંત્ર સતર્ક થયા છે અને ક્યાંય આ પ્રકારની જાનહાની ન થાય તે માટે કઠોર નિર્ણય લેવાઈ રહ્યાં છે. જે અંતર્ગત રાજકોટ મનપા કમિશ્નર દ્વારા પણ તમામ શાળાઓનું ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ કરી દેવાયા છે.