રાજકોટઃ આટકોટ આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલ સ્ટોર રૂમનું શટર પણ તોડ્યું હતું. જેમાં પડી રહેલ ભંગાર બહાર કાઢી નાખ્યો હતો. રોડ પર નીકળેલ રાહદારીને શંકા પડતા બુમો પાડતા જ તસ્કરો ઉભી પૂંછડીએ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા, ત્યાર બાદ મેડિકલ ઓફિસર તેમજ આટકોટ પોલીસ પી.એસ.આઇ કે.પી મહેતાને જાણ કરતા આટકોટ પોલીસના રસિકભાઈ સહિતનો પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આસપાસ એક મેટાડોર ફરતો હતો. તે પોલીસને શંકાસ્પદ લાગતા મેટાડોરને પકડીને બે વ્યક્તિઓ અંદર હતા. તે બંન્નેને પોલીસે પકડી પાડ્યા હતા અને વધુ પૂછપરછ કરી હતી. રાત્રીના દસ વાગ્યામાં ચોરી થતાં આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા. જો કે, અંદર કોમ્પ્યુટર અને ટીવી પણ હતા. સ્થાનિકો દ્વારા જણાવ્યું કે, એક કલાકથી આ મેટાડોર ચક્કર લગાવી રહ્યા હતા. જેની વધુ તપાસ આટકોટ પોલીસે હાથ ધરી છે.