ગોંડલ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ મફતિયાપરામાં રહેતા શ્રમિક પરિવારના હિતેષ જીતેશભાઈ મકવાણા, તેમજ તેના મોટોભાઈ પ્રિન્સ બપોરના આશાપુરા ડેમમાં નહાવા ગયા હતા. તે દરમિયાન હિતેશ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં પાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. પાલિકાના તરવૈયાઓએ ઊંડા પાણીમાં તેની શોધ શરુ કરૂ હતી. તેના મૃતદેહ ને બહાર કાઢ્વામાં આવ્યો હતો. આ ઘટના અંગે સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
જળાશયોમાં નર્મદાના નીર આવ્યા બાદ આશાપુરા અને સેતુબંધ ડેમોમાં આ ત્રીજી જિંદગી ડૂબી છે. જળાશયોની પાસે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાની ખુબ જરૂરિયાત છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા અગત્યનું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. નિર્દોષ જિંદગી પાણીમાં ગરક થઈ રહી છે.