- સિવિલ હોસ્પિટલો સહિતની 8 જેટલી બ્લડ બેન્કો હાજર રહેશે
- 300 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી
- કોવિડ 19ની મહામારીને કારણે માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી
- ધારાસભ્યના પરિવારે આ પહેલા પણ બાલાશ્રમની દીકરીઓના લગ્ન નો ખર્ચો ઉપાડ્યો હતો
રાજકોટઃ ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારના રોજ ગોંડલના ધારાસભ્યના સુપુત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, ત્યારે ઈટીવી ભારતના રિપોર્ટરે પૂછ્યું હતું કે આપને બ્લડ કેમ્પ કરવાનો વિચાર કેમ આવ્યો ત્યારે જ્યોતિરાદિત્યસિંહે જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાંથી બહાર નીકળતા એક ગરીબ વૃદ્ધ એના પુત્રને લઈને સિવિલમાં બ્લડ માટે અનેક લોકો પાસે ગયા પણ બ્લડનો મળ્યું ન હતું, ત્યારે તે વૃદ્ધ જ્યોતીરાદિત્યસિંહ પાસે આવ્યા હતા અને જ્યોતિરાદિત્યસિંહે તુરંત તેમની વેદના સાંભળીને ડોકટરને મળ્યા હતા પણ ડોક્ટર બ્લડની મદદ કરી શકે તેમ ન હતા, કારણ કે લોહીની અછત છે, તરત જ જ્યોતિરાદિત્યસિંહે તેમના મિત્રને બ્લડ આપવા તૈયાર કર્યા અને બ્લડની વ્યવસ્થા કરી આપી હતી.
જ્યોતિરાદિત્યસિંહે પોતાના જન્મદિવસ નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવશે
જ્યોતિરાદિત્યસિંહે ગોંડલ પહોચતા જ ઘરના સભ્યો સાથે બેસીને ગીતાબા તેમજ જયરાજસિંહને રાજકોટ હોસ્પિટલ ખાતે બનેલ ઘટના વર્ણવી એટલે પરિવારે સંકલ્પ કર્યો કે આપણા ગોંડલમાં આવા બનાવો ના બને અને લોહીની અછત ના પડે એ માટે જ્યોતિરાદિત્યસિંહના જન્મદિવસ એટલે કે તા.1-1-2021ને શુક્રવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલો સહિતની 8 જેટલી બ્લડ બેન્ક હાજર રહેશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે અને તમામ એકત્રિત બ્લડ થેલેસેમિયા દર્દીઓને આપવામાં આવશે અને પ્રસૂતા મહિલાઓ કે જરૂરિયાતમંદ માટે પણ અપાશે. આ રક્તદાન કેમ્પમાં 200થી 300 બેડની વ્યવસ્થા કરવામાં આવશે, 8 જેટલી બ્લડ બેન્કો એટલે કે રાજકોટ, અમદાવાદ, ભાવનગર જામનગરની સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસ, ગોંડલની બ્લડ બેન્ક સહિતની બ્લડ બેન્કો હાજર રહેશે.