સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હાલ ડેન્ગ્યુ, મેલેરિયા, અકસ્માત કે, મહિલાઓની ડીલેવરીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગોંડલ શહેર ઉપરાંત રાજ્યભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા 'યુદ્ધ એજ કલ્યાણ' ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોન્ગાના ધ્યાને રાજ્યમાં રક્તની તીવ્ર અછત હોવાનું આવતા પટેલ વાડી જેલ ચોક ખાતે સર્વે સમાજ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાતાઓ દ્વારા અગાઉ 5128 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પણ રક્તદાતાઓએ 297 યુનિટનું રક્તદાન કરી આપ્યું હતું. દાતાઓ દ્વારા 297 યુનિટ રક્તનું દાન કરાયું હતું.

આ કેમ્પને સફળ બનાવવામાં આસ્થા બ્લડ બેંકએ પણ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, પૂર્વ ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ શશિકાન્તભાઈ રૈયાણી, સામાજિક અગ્રણી કિશોરભાઈ વિરડીયા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહી યુવાનોના કાર્યને બિરદાવ્યું હતું. યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા સમયાંતરે સિવિલ હોસ્પિટલ રાજકોટને 42 યુનિટ, નાથાણી બ્લડ બેન્કને 50 યુનિટ રક્તની મદદ પહોંચાડવામાં આવી હતી.

રાજ્યના ખ્યાતનામ હાસ્યકલાકાર હરપાલસિંહ ઝાલા ગોંડલ અક્ષર મંદિરે દર્શને આવ્યા હતા. જેઓ પણ રક્તદાન કરી સેવામાં સહભાગી થયા હતા. તેમજ પોતાની આગવી શૈલીમાં સેવાકીય પ્રવૃત્તિનો મહિમા સમજાવ્યો હતો. તેમજ રક્તદાતા મનસુખલાલ રૂપારેલીયાએ 71મી વખત રક્તદાન કરી સમાજનું પ્રેરણારૂપી કાર્ય કર્યું હતું.
