ETV Bharat / state

રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષમાં 80 હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડ્યાનો દાવો - Blood Donation at Blood Bank in Rajkot

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં 80 હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડ્યું (Blood Bank in Rajkot) હોય તેવો દાવો સામે આવ્યો છે. 1200થી વધુ બોટલ રક્ત સંગ્રહની ક્ષમતા છે. તેમજ લોહીના ઘટકો છુટા પાડવા માટે અદ્યતન મશીનો ઉપલબ્ધ છે. (Rajkot Civil Hospital)

રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષમાં 80 હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડ્યાનો દાવો

author img

By

Published : Dec 21, 2022, 8:21 PM IST

રાજકોટ : સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક માત્ર થેલેસેમિયાગ્રસ્ત (Blood Bank in Rajkot) દર્દીઓને જ નહીં, પરંતુ ઇમર્જન્સી, ગાયનેક, પીડિયાટ્રિક, સુપર સ્પેશિયાલિટી, સ્કિન, યુરોલોજી સહિતના 12 જુદા જુદા વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડે છે. આ ઉપરાંત BSU (Blood storage unit) સેન્ટર જેવા કે, કુવાડવા, જેતપુર, ગોંડલ, ઉપલેટા વગેરે ખાતે પણ રાજકોટ સિવિલ બ્લડ બેંક દ્વારા રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું ઈન્ચાર્જ ડો.દલસાણીયા જણાવે છે. (Rajkot Civil Hospital)

આ પણ વાંચો સાવધાન, રાજકોટમાં દર્દીને લોહી ચડાવ્યા બાદ મૃત્યુ, પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ

થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક રક્ત પૂરું પડાયું મળતી માહિતી મુજબ બ્લડ બેન્ક દ્વારા વર્ષ 2020માં 27,364 વર્ષ 2021માં 24,411 તેમજ ચાલુ વર્ષ 2022માં 28,582 બોટલ મળી છેલ્લા ત્રણ વર્ષમાં 80,358 બોટલ રક્ત પૂરું પાડવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2018થી હાલ સુધીમાં થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક 36,342 બોટલ રક્ત પૂરું પાડી દર્દીઓને સતત નવજીવન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજકોટ સિવિલ બ્લડ બેંક ખાતે ખાસ લેબોરેટરી કાર્યરત છે. જ્યાં દર્દીઓના વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન કરવા આવતા દાતાઓ માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. (Blood Donation at Blood Bank in Rajkot)

આ પણ વાંચો સુરતના કેબલ બ્રિજ પરથી બે માસનું બાળક મળ્યું, માસૂમને ત્યજનારાની તપાસ શરુ

બ્લડ બેંકમાં 1200થી વધુ બોટલ રક્ત સંગ્રહની ક્ષમતા સિવિલ બ્લડ બેંકમાં 1200થી વધુ બોટલ રક્ત સંગ્રહની ક્ષમતા છે. તેમજ લોહીના ઘટકો છુટા પાડવા માટે અદ્યતન મશીનો ઉપલબ્ધ છે. આ તકે ડો. દલસાણિયા લોકોને રક્તદાન કરવા ખાસ અપીલ કરતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોઈ મોટા પાયે લોહીની જરૂર રહે છે. જે પૂરી કરવા કેમ્પ રાખવામાં આવે છે, તેમ છતાં હંમેશા લોહીની ખાસ્સી જરૂરિયાત રહેતી હોઈ લોકો વધુને વધુ રક્તદાન કરે છે તેવા માહિતી મળી હતી. (Civil Blood Bank Blood Bottles in Rajkot)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.