રાજકોટમાં સોમવારના રોજ ભાજપ દ્વારા કટોકટીને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરના ભાજપના હોદેદ્દારો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ કટોકટીના દિવસોમાં ભોગ આપનાર દિગ્ગજ નેતાઓને યાદ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી પણ રાજકોટમાં આયોજિત કાર્યક્રમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, આવતીકાલે અમારા બંને ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે અને બન્ને બેઠકો ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણીના નિવેદન બાદ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરીક મતભેદો છે. તેમજ મીડિયામાં ચમકવા માટે કોંગ્રેસ ઉમેદવાર શોધી રહી છે. આ દરમિયાન તેમણે અલ્પેશ ઠાકોર અંગે કંઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું.