ETV Bharat / state

Bike race accident: યુવાનો માટે બાઈકની રેસ બની જીંદગીની આખરી રેસ - બાઈક રેસમાં જિંદગીની રેસ હારી

રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે(Movia Circle Accident ) એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારોએ રેસ( Bike race accident )લગાવી હતી. બાઈક સ્ટંટ કરવા જતાં રાજકોટમાં(Rajkot bike accident) રહેતા બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Bike race accident: યુવાનો માટે બાઈકની રેસ બની જીંદગી આખરી રેસ

author img

By

Published : Feb 17, 2022, 4:35 PM IST

રાજકોટ: શહેરના હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાઇવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા. આ યુવકોની બાઈક રેસથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો(Movia Circle Accident ) વારો આવ્યો હતો. આ રેસથી અન્ય બાઈક સવારોએ તો રીતસર સાઈડમાં પોતાની ગાડી ઊભી રાખી તેમને આગળ ( Bike race accident )જવા દીધા હતા. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક(Movia Circle Accident)અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં મોત નીપજ્યાં હતા. એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચોઃ રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત

બે યુવાનનાં ઘટનાસ્થળે મોત

આ અકસ્માતમાં વિશાલ અને પરેશ ઉર્ફે પિન્ટુ નામના બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં(Losing the race of life in the bike race ) આવ્યો હતો. બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો અને તેની સાથેના મિત્રોએ બાઈક પર સવાર થઇને બાઈક રેસ કરી હતી, જેમાં બાઈકસવારો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં બનાવ રાત્રિના 12 વાગ્યા આસપાસ બન્યો હતો.

પરેશના મોતથી દોઢ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

આ અકસ્માતમાં જીવ ગુમાવનારમાં રાજકોટના ચુનારાવાડ ચોકમાં શેરી નંબર ત્રણમાં રહેતા વિશાલ મનોજભાઈ જાદવ ઉં.વ.25અને 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આરએમસી ક્વાટર્સમાં રહેતા પરેશ હકાભાઈ સાકરિયા ઉં.વ.23 હોવાનું ખુલ્યું હતું. અને ઈજાગ્રસ્ત કરણ બન્ને પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરેશના મોતથી દોઢ વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરેશના લગ્ન 3 વર્ષ પૂર્વે જ થયા હતા અને તેના પિતા ડ્રાઈવિંગ કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ ગોંડલ મોવિયા રોડ પર અકસ્માત, 1 યુવાનનું મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.