મહત્વનું છે કે, જેમને ગોંડલથી શરૂ કરી ઓસ્ટ્રેલિયા સુધી પોતાની કલાનો પરીચય આપ્યો, કાગળ અને કેનવાસમાં કામ કર્યા પછી કંઈ અલગ કરવું તેવી નેમ સાથે વોલ પેઈન્ટીંગ (ભીત ચિત્ર ) તરફ નઝર માંડી તેવા ગોંડલનાં આર્ટીસ્ટ મુનિર બુખારીએ બિહારનું સૌથી ઉંચુ વોલ પેઈન્ટીંગ બનાવ્યું છે.
મુનિર બુખારી વિશે વાત કરીએ તો, તેમની કલાની શરૂઆત વોલ પેઈન્ટીંગથી થઈ હતી. બચપનમાં કોલસાથી શેરીઓમાં સર્વે મકાનની દિવાલમાં ચિત્રો બનાવતા તેઓને મકાન માલીકનો ઠપકો પણ સાંભરવો પડતો હતો. તેમણે શરૂઆતમાં દિવાલો પર જાહેરાતો કરી, ગુજરાતભરના બંગલાઓમાં દિવાન ખંડ, શયન ખંડ તેમજ હોટલોમાં ઘણા ચિત્રો દોર્યા હતા.
ત્યારબાદ તેઓએ બિહારની રાજધાની પટનામાં તેમની કલાનો જાદુ પાથર્યો. બિહારનું સૌથી ઉંચુ વોલ પેઇન્ટીંગ કરી બિહારની પ્રજા અને સતાધીશોને મંત્રમુગ્ધ કરી દીધા છે. પટનામાં વિદ્યુત ભવનની ૩ ત્રણ દીવાલો પર તેમનું વોલ પેઈન્ટીંગ પટનાની શોભા વધારી રહ્યું છે જેને નિહાળવા બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર અને ઉર્જા પ્રધાન બીજેન્દ્ર પ્રસાદ સ્થળ પર જઇ ગોંડલના આર્ટીસ્ટ મુનિર બુખારીને અભિનંદન આપ્યા હતા.