રાજકોટઃ ચીનના હિંસક વલણને પગલે દેશભરમાં ચાઈનીઝ વસ્તુઓની બહિષ્કાર થઈ રહ્યો છે. જે સંદર્ભે રાજકોટમાં પણ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. સાથે લોકોને સ્વદેશી વસ્તુઓને અપનાવવાની અપીલ કરાઈ છે.
શહેરના કોટેચા ચોકમાં ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારની હાંકલ કરાઈ છે. બજારમાં ઠેર-ઠેર ચાઈનીઝ વસ્તુઓની વિરોધમાં બોર્ડ લગવવામાં આવ્યાં છે. તેમજ લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાની અપીલ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જવાનો ચીનની સરહદે શહીદ થયા ત્યારે રાજકોટના અલગ અલગ વેપારી એસોશિએશન દ્વારા ચીનની વસ્તુઓ નહિ મંગાવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ ચાઈનીઝ વસ્તુઓ નહિ ખરીદે તેવો નિર્ણય જાહેર કર્યો છે. આમ, ચીન સાથે કોઈપણ જાતનો સંબધ ન રાખવાની પણ લોકોને અપીલ કરાઈ રહી છે.