રાજકોટ : સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સાંજના સમયના દિવ્ય દરબાર યોજનાર છે.જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાય તે પહેલા રાજકોટમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાનો રુટ :રાજકોટના શહેરના શાસ્ત્રી મેદાનથી આ શોભાયાત્રા શરૂ થઈ હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં તે ફરી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા બાગેશ્વર ધામ સેવા સમિતિના કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં અનેક ભક્તો જોડાયા હતા. શોભાયાત્રામાં 700થી વધુ કારનો કાફલો જોવા મળ્યો હતો.
રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા વિશાળ શોભા યાત્રા આજે યોજવામાં આવી છે. જ્યારે આ શોભાયાત્રામાં 700થી વધુ ગાડીઓ અને હજારો લોકો જોડાયા છે. આ લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે હવે બીજું કાંઈ નથી જોતું અમારે હવે હિન્દુ રાષ્ટ્ર જોઈએ છે અને સનાતન ધર્મ આખા ભારતમાં ફેલાઈ તે જ અમારો સંકલ્પ છે. જે લોકો બાગેશ્વર ધામનો વિરોધ કરતો હતા તેમના મોઢા પર આ મોટો તમાચો છે. જ્યારે બાગેશ્વર ધામ સમિતિને આખું સૌરાષ્ટ્ર એ માને છે કે આ અમારી સમિતિ છે. તેમજ લોકો પણ મોટી સંખ્યામાં સ્વયંભૂ આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે...ભક્તિસ્વામી (સ્વામિનારાયણ સંપ્રદાય)
1 લાખ લોકો આવે તેવી શક્યતા : તારીખ 1 અને 2 જુનના રોજ રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામ બાલાજી સરકારનો દિવ્ય દરબાર યોજનાના છે. ત્યારે આ દિવ્ય દરબારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 1 લાખ લોકો આવે તેવી શક્યતાઓ છે. તેના માટેની તૈયારીઓ પણ રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી છે.
આગમન પહેલાં જયજયકાર :ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા બાગેશ્વર ધામ સમિતિ દ્વારા રાજકોટના અલગ અલગ માર્ગો ઉપર એક શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાગેશ્વર ધામના સમર્થકો ઉમટી પડ્યા હતા. જ્યારે 700થી વધુ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. આ સાથે જ શોભાયાત્રામાં જય શ્રી રામ અને બાલાજીના નારા લોકો લગાવી રહ્યા હતા. આ શોભાયાત્રા રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થઈ હતી અને બાગેશ્વર ધામ કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.