ETV Bharat / state

સફાઈ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અંજના પવારની ખાત્રી

રાજકોટમાં સફાઇ કર્મચારી આયોગ (Sweeper Commission)ના સભ્ય અંજનાબેન પવારે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. કલેક્ટર કચેરી (collector office) ખાતે યોજાયેલી સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા.

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અંજના પવારની ખાત્રી

author img

By

Published : Jul 7, 2021, 10:10 AM IST

  • સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી ઉચ્ચારી
  • ફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક
  • વિવિધ કલ્યાણ યોજનાઓની આંકડાકીય વિગતો રજૂ કરી

રાજકોટ : સફાઇ કર્મચારી આયોગ (Sweeper Commission)ના સભ્ય અંજનાબેન પવારે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. કલેક્ટર કચેરી (collector office) ખાતે યોજાયેલી સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા. છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરિયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનના પ્રયત્નોની સરાહના કરી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા

સફાઈ કામદારોની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરી

સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવી વગેરે બાબતો અંગેની સફાઈ કર્મીઓની રજૂઆતો અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ.

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અંજના પવારની ખાત્રી
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અંજના પવારની ખાત્રી

આ પણ વાંચો : સફાઈ કર્મીઓની હડતાળઃ અમદાવાદમાં કચરો અને ગંદકી વધી ગઇ હોવાનું દર્શાવાનો પ્રયાસ

સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની વિગતો રજૂ

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારને આ મિટિગમાં આવકાર્યા હતા, જ્યારે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ કોરોના કાળમાં સફાઈ કામદારોએ કરેલી કામગીરીની સરાહના કરી હતી. જ્યારે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક સી. એન. મિશ્રાએ રાજકોટ જિલ્લામાં સફાઈ કામદારોને અપાયેલી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની આંકડાકીય વિગતો રજૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.