ગોંડલ ખાતે વાયુ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્તોને ખસેડવા સમયસર કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં ગોંડલ પાલિકા તંત્ર, પોલીસ અને PGVCLના સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ સામે આવેલ ખાડિયા વિસ્તાર, મફતિયા પરા, ગોકુળીયા પરા, આશાપુરા ફાટક પાસે આવેલ નીચાણવાળા તથા ઝૂપડ પેટ્ટી વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ગોંડલ તાલુકાના 9 ગામો ભાદર કાંઠાના વિસ્તારમાં આવેલ ભંડારીયા, ખંભાલીડા, મસીતાળા, નવાગામ, લીલાખા, દેરડી, હડમતાળા, કોલીથડ, પાટિયાળી સહિતના ગામોમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત રહેવા તથા ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.