રાજકોટ: બાતમીના આધારે પોલીસે બુટલેગર દામજી પ્રેમજીભાઈ સાવલીયાની વિદેશી દારૂની 47 બોટલ સાથે ધરપકડ કરી હતી. આરોપીએ પટેલ સોસાયટી ગોંડલ, વાછરા રોડ, બી.એસ.એન.એલ. માઇક્રોસ્ટેશનની પાછળના ભાગે આવેલા સીમમાં રહેલી વાડીમાં ગેરકાયદે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હતો.
પોલીસે કુલ કિંમત રૂપિયા 14 હજાર 400નો મુદામાલ કબ્જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બીજા આરોપી અરૂણ નંદલાલ પરમારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.