પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, 6 થી 7 જેટલા ઈસમો દ્વારા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. રંગીલા રાજકોટમાં જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવી ઘટના સામે આવી હતી. બુધાવારે રાજકોટના જિલ્લા ગાર્ડન વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયો હતો. જેમાં 6થી 7 જેટલા ઈસમો એ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે પણ વિસ્તારમાં જઈને સમગ્ર ઘટના અંગેની તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય બાબતમાં ઘાતકી હથિયાર સાથે હુમલો થયાની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી.