- એક જ પરિવારના 4 લોકોના મોતથી ગામમાં છવાયો માતમ
- 17 વર્ષના પુત્રની ઘરે ચાલુ હતી સારવાર
- રિપોર્ટ નેગેટીવ આવવા છતાં તબિયત રહેતી હતી નરમ
રાજકોટ: જિલ્લાના જેતલસર ગામે રહેતા રાજેશ પરસોત્તમભાઈ અગ્રાવત (ઉં.વ. 49)ને ચારેક દિવસ પૂર્વે તબિયત નરમ લાગતા તેઓએ જેતલસર આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાનો અને પુત્ર (ઉં.વ. 17)નો આર્ટીફિસીયલ રિપોર્ટ કરાવતા બન્નેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાંય તબિયત નરમ હોવાથી ઘરે દવા ચાલુ રાખી હતી. તેમાં 19 તારીખે રાજેશભાઈની તબીયત લથડતા તેઓને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં માત્ર ત્રણથી ચાર કલાકની વેન્ટિલેટર પર સારવાર બાદ હોસ્પિટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: ખ્રિસ્તી સમાજના લોકોને પાદરીની અપીલ, કબ્રસ્તાન ભરાઈ જતાં અગ્નિદાહ આપી શકાય
ઘરે સારવાર ચાલુ કરી
ઘરના બીજા સભ્યોની તબિયત પણ બગડતી જતી હોવાથી રાજેશભાઇની પુત્રી પોરબંદર સાસરે છે. તેણીએ દાદા પરસોતમભાઈ, દાદી મંગળાબેન, માતા રમાબેન અને ભાઈ ઓમને પોરબંદર લઈ જઈ ત્યાં (હોમ આઇસોલોટ) ઘરે સારવાર ચાલુ કરી હતી. તેમાં 21 તારીખના રોજ ઓમની તબીયત લથડતાં તેને તરત જ હોસ્પિટલે લઈ જતા ત્યાં થોડીવારની સારવાર બાદ તેનું પણ મોત થતા બાકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં 13 એપ્રિલે 59 કોરોનાના દર્દીના સારવાર દરમિયાન મોત
પરિવારને ત્યાં જાણે યમરાજે નાખ્યા ધામાં
પુત્ર અને પૌત્રના એકાએક મોતથી ભાંગી પડેલા પરસોતમભાઈ અને મંગળાબેન પણ ગતરોજ તબિયત લથડતાં અગ્રાવત પરિવારને ત્યાં યમરાજે ધામાં નાખ્યાં હોય તેમ મંગળાબેનની તબીયત લથડી અને હજુ સારવાર મળે તે પેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું અને ત્યાર બાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોત્તમભાઈનું પણ મોત થતાં કોરોનાએ અગ્રાવત પરીવારનો આખો માળો વિખી નાખ્યો હતો. સાસુ-સસરા,પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલા રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે.