- 208 જેટલા સિનિયર સિટીઝનોને કોરોનાની વેક્સિન આપવામાં આવી
- આરોગ્ય અધિકારીઓ રહ્યા ખડેપગે
- લીમ્બોચ હોલ ખાતે એક વેક્સિન સેન્ટર ઉભું કરવામાં આવ્યુ
ગોંડલ: પુનિતનગરમાં કોરોના વેક્સિન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોર્ડ નં- 9માં રહેતા 208 જેટલા સિનિયર સિટીઝનોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. સિનિયર સિટીઝનો માટે ખાસ વેક્સિન સેન્ટર ઉભું કરાયું છે.
208થી વધુ ઉપર સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિન અપાઈ
સિનિયર સિટીઝનોને બહુ સમય લાઈનમાં બેસવું ન પડે તેને લઈને આ સમયે વોર્ડ નંબર 6, 9, 10અને 11માં રહેતા સિનિયર સિટીઝનોને નજીક પડે તે માટે વોર્ડ નં 9માં લીમ્બોચ હોલ ખાતે એક વેક્સિન સેન્ટર ઉભું કરવામાં આવ્યુ હતું. આ વેક્સિન સેન્ટરમાં વોર્ડ નં 9ના ભાવનાબેન પ્રવિણભાઈ રૈયાણી, મિતલબેન ચિરાગભાઈ ધાનાણી, અશ્વિનભાઈ પાંચાણી, શૈલેષભાઈ રોકડ, આગેવાનો, વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર, આરોગ્ય અધિકારી ડૉ.ગિરિરાજ ગોયલ, ડૉ.દિવ્યા સહિતનો સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોના વેક્સિન
ગોંડલ નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ રહ્યા હાજર
આ કોરોના વેક્સિન સેન્ટર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શીતલબેન કોટડીયા, યુવા ભાજપ અગ્રણી જ્યોતિર આદિત્યસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી સંજયભાઈ ધીણોજા, ભરતસિંહ જાડેજા, કૌશિકભાઈ પડારીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, પ્રફુલભાઈ રાજ્યગુરુ, વિજયભાઈ ઉદેશી તેમજ કોરોના વેક્સિન અભિયાન શહેર ઇન્ચાર્જ પ્રવીણભાઈ રૈયાણી, વિનયભાઈ રાખોલીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને વેક્સિન સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને છેલ્લા 5 દિવસમાં વોર્ડ નં 9માં 208 જેટલા સિનિયર સિટીઝનને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
આ પણ વાંચો: જામનગરના લાખા બાવળમાં 100 વર્ષની વૃદ્ધાએ કોરોના વેક્સિન લઈને આપ્યો સંદેશ