રાજકોટ PGVCL દ્વારા છેલ્લા 8 મહિનામાં રૂ.131 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી (131 Crore Rupees Power Theft Caught by PGVCL )છે. આ વીજચોરી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી પકડાઈ છે. જ્યારે પીજીવીસીએલ હાલમાં વીજચોરી અટકાવવા માટે મોટા પ્રમાણમાં અભિયાન (Electricity checking campaign in Rajkot )ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રૂ.131 કરોડની વીજચોરી પકડાતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ
21 ટકા વીજચોરી રાજકોટમાંથી ઝડપાઇ આઠ મહિનામાં જે 131 કરોડની વીજ ચોરી ઝડપાઈ(131 Crore Rupees Power Theft Caught by PGVCL ) છે. તેમાંથી 21 ટકા વીજ ચોરી માત્ર રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાંથી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા આઠ મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં વીજ ચોરી કરનારાઓને 27.48 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રમાં 429,286 જેટલા વીજ કનેક્શન તપાસવામાં આવ્યા છે. જે પૈકી 49,988 જેટલા ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા છે.
ગત વર્ષે રૂ.193 કરોડની વીજચોરી પકડાઇ હતી પીજીવીસીએલ દ્વારા વર્ષ 2021-22માં એપ્રિલ સુધીમાં રૂ.193 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે આ વર્ષે એપ્રિલથી નવેમ્બર માસ એમ આઠ મહિનામાં રૂ.131 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી (131 Crore Rupees Power Theft Caught by PGVCL )છે. જ્યારે આ વર્ષમાં વીજચોરીનો આંક રૂ.200 કરોડને પાર જાય તેવી પણ પૂરેપૂરી શકયતાઓ છે. છેલ્લા બે મહિનામાં ચૂંટણી હોવાના કારણે વીજ ચેકીંગની કામગીરી ખોરવાઈ હતી પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થતાં આ વીજચેકીંગની કામગીરી (Electricity checking campaign in Rajkot )હવે ફરી મોટા પ્રમાણમાં થશે તેવી પીજીવીસીએલના એમડી વરુણ કુમાર બરનવાલ (PGVCL MD Varun Kumar Baranwal )દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો લ્યો બોલો, આ તો કેવું તંત્ર...! એક માસના બાળક પર કરી વીજ ચોરીની ફરિયાદ
ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં આગામી દિવસોમાં પણ વીજ ચોરી ઝડપવાનું PGVCLનું અભિયાન શરૂ જ રાખવામાં આવશે. જેના માટે PGVCL દ્વારા અલગ અલગ 12 ગ્રુપની ટીમ પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડ્રોન કેમેરા(Drone camera ) ની મદદથી પણ છેલ્લા કેટલાય સમયથી થતી વીજ ચોરી PGVCL દ્વારા ઝડપી પાડવામાં આવી રહી છે. જેનો PGVCLને ઘણા લાભ થયો છે.