ETV Bharat / state

રાજકોટમાં કોરોના બ્લાસ્ટ, મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ આવ્યા કોરોના પોઝિટિવ

રાજકોટમાં ફરી કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં 10 જેટલા મેડિકલ કોલેજના જ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Mar 6, 2021, 5:25 PM IST

  • રાજકોટમાં કોરોના બ્લાસ્ટ
  • મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓને આવ્યો પોઝિટિવ
  • આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

રાજકોટઃ શહેરમાં ફરી કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં 10 જેટલા મેડિકલ કોલેજના જ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે મેડીકલ કોલેજમાં હાલ શિક્ષણ કાર્ય પણ ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના 20 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સત્તત વધારો થતો જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે

મેડિકલ કોલેજના 10 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ચિંતિત થયું છે. જ્યારે કોલેજના ડિન દ્વારા તાત્કાલિક કર્મચારીઓની બેઠક બોલવામાં આવી હતી અને આ વિદ્યાર્થીઓ અંગેની માહિતી લેવામાં આવી હતી. આ બેઠકમાં એવી પણ ચર્ચા થઈ છે કે, આગામી દિવસોમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.