ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં 4 મે થી ગ્રીન ઝોન, આ અંગે લોકોએ શું કહ્યું? - પોરબંદર જિલ્લા

પોરબંદરમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવ્યા પછી લોકોની સતર્કતાને લીધે તેમજ જિલ્લાતંત્ર દ્રારા અસરગ્રસ્ત વિસ્તારોને સીલ કરી વહિવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને કોરોના વોરિયર્સ લોકો સૌના સહકારથી અત્યાર સુધીમાં નવા કેસ ન આવતા પોરબંદર જિલ્લો ગ્રીન ઝોનમાં આવી ગયો છે અને 4 મે થી લોકોને કેટલીક છૂટછાટો મળવાની છે.

પોરબંદર જિલ્લામાં 4થી મેથી ગ્રીન ઝોન આ અંગે લોકો એ શું કહ્યું !

author img

By

Published : May 2, 2020, 11:49 PM IST

પોરબંદર જિલ્લામાં 4 મે થી ગ્રીન ઝોન જાહેર થવાનું છે. લોકોએ બમણી સતર્કતા દાખવવી પડશે. કલેક્ટર ડી.એન. મોદીએ ગ્રીન ઝોનથી સંતોષ માનવાનો નથી, ગ્રીન ઝોન તે કાયમી સ્ટેટસ નથી. લોકડાઉન દરમિયાન જે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખ્યુ એ જ રીતે 4 મે થી જિલ્લાની જનતા જન જાગૃતિ દાખવશે, તો અત્યાર સુધીની મહેનત રંગ લાવશે.

પોરબંદરઃ શનિવારે પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન.મોદીએ અત્યાર સુધી લોકોએ આપેલા સહકાર બદલ આભાર માન્યો હતો. વધુમાં જણાવ્યુ કે “ગ્રીન ઝોન એ કાયમી સ્ટેટસ નથી” બહારથી સંક્રમીત કે શંકાસ્પદ લક્ષણો સાથે વ્યક્તિ જાણ્યે કે અજાણ્યે જિલ્લામાં આવી ન જાય અને જો આવે તો તાત્કાલિક તેને ક્વોરન્ટાઇન કરી શકાય તે માટે તંત્ર દ્રારા રાખવામાં આવતી સાવચેતીની સાથે સાથે લોકોએ પણ આ કામગીરીને એક એક નાગરિકની કામગીરી માનીને સહકાર આપી સોશ્યલ ડિસ્ટન્સીંગ, વારંવાર સાબુથી હાથ ધોવા અને દો ગજ દુરી સાથે માસ્કને જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં 4થી મેથી ગ્રીન ઝોન આ અંગે લોકો એ શું કહ્યું !

પોરબંદર જિલ્લાને અત્યાર સુધી મળેલી સફળતા એ લોકોની સફળતા છે, લોકોના સહકાર અને જાગૃતિ વગર કોરોના સામેનો જંગ જીતવો અશક્ય છે, ત્યારે આ જંગ પોરબંદર જિલ્લામાં આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે અને આપણને આવી જ સફળતા મળતી જ રહેશે તેમ જણાવીને જિલ્લા વહિવટીતંત્રના તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ લોકોને હવે તા.4 મેથી વધારે જવાબદારી પૂર્વક બજારમાં અવર જવર વખતે સાવચેતી રાખવા જણાવ્યુ છે.જિલ્લા કલેકટરે જણાવ્યુ હતું કે, તા.4 મેથી સત્તાવાર રીતે જિલ્લાની જનતાને મળવાની છૂટછાટ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ જાણકારી આપવામાં આવશે, પરંતુ 10 વર્ષથી નાના બાળકો અને 60-65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો તેમજ સગર્ભા બહેનો તેમજ ગંભીર બિમારી વાળા લોકો આરોગ્યની બાબત સિવાય બહાર ન નિકળે તે ખુબ જ જરૂરી છે. આ અંગે જિલ્લા વહિવટીતંત્રએ તકેદારી રાખવા જણાવ્યુ હતુ.જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં નગરપાલીકા અને ગ્રામ પંચાયતો પણ મુખ્યપ્રધાન માર્ગદર્શિકાની અનુસાર જરૂરી તકેદારી રાખે તથા શહેરી વિસ્તારોમાં મુવમેન્ટ રજીસ્ટર તેમજ લોકોની ખાસ તો બહારથી આવનાર લોકો પર વોચ રાખવામાં આવે અને એક પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર બહાર ન નિકળે તે માટે અંગત કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. આ બાબતે લોકો શુ કહી રહ્યા છે જુઓ વિડિઓ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.