પોરબંદરઃ ગામના NFSA તથા NON NFSA કાર્ડધારકોએ પોતાને મળતા અનાજમાંથી અમુક ભાગ એકઠો કરીને 1500થી વધુ કિલો અનાજ એકઠું કરીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યુ.
પોરબંદર જિલ્લાના ફરેર ગામના NFSA તથા NON NFSA કાર્ડધારકોએ સરાહનીય કામગીરી કરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરાતું વિનામૂલ્યે અનાજના જથ્થામાંથી ગરીબ તથા મધ્યમવર્ગીય લાભાર્થીઓએ પણ જરૂરિયાતમંદ લોકોની ચિંતા કરીને પોતાને મળતા અનાજમાંથી અમુક ભાગ એકઠો કરીને 1500થી વધુ કિલો અનાજ એકઠું કરીને જરુરિયાતમંદ લોકોને વિતરણ કરી કોરોના મહામારીને કરૂણાથી જવાબ આપીને મૂઠી ઉંચેરા માનવી બન્યા છે.
પોરબંદર જિલ્લાના ફરેર ગામના લોકોએ કોરોનાને જવાબ આપ્યો કરૂણા કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા NFSA તથા NON NFSA કાર્ડધારકોને સતત બીજા મહિને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને નમક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. કુતિયાણા તાલુકાના ફરેર ગામમાં સસ્તા ભાવના અનાજની દુકાન પરથી પી.વી.સી.નાં પાઇપને મધ્યસ્થ બનાવીને 6 ફૂટ દૂરથી દુકાનદાર રાશન વિતરણ કરી કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખે છે. ગામ લોકો સામાજિક અંતર રાખે છે. માસ્ક પહેરે છે તથા હાથ સેનિટાઇઝરથી સાફ કર્યા બાદ જ અનાજનો જથ્થો મેળવે છે.પોરબંદર જિલ્લાના ફરેર ગામના લોકોએ કોરોનાને જવાબ આપ્યો કરૂણા ગામના ઉપસરપંચ પોપટભાઇ વાઢીયાએ કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોને પણ અનાજ મળી રહે તે માટે ગામના ગરીબ, મધ્યમ મોટાભાગના તમામ NFSA તથા NON NFSA કાર્ડધારકો પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવે છે. તે જથ્થામાંથી તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે. ગામ લોકોએ બે મહિનામાં 1500થી વધુ કિલો અનાજ એકઠું કરીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યું છે.પોરબંદર જિલ્લાના ફરેર ગામના લોકોએ કોરોનાને જવાબ આપ્યો કરૂણા લાભાર્થી કાનાભાઇ મોકરીયાએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે અનાજ વિનામૂલ્યે વિતરણ થાય છે. તે અનાજ જરૂરિયાતમંદ લોકોના પેટ સુધી પણ પહોંચે તે માટે અમે ગામ લોકો ઇચ્છા શક્તિ પ્રમાણે પોતાના અનાજ માથી થોડોક જથ્થો અલગ રાખીએ છીએ.પોરબંદર જિલ્લાના ફરેર ગામના લોકોએ કોરોનાને જવાબ આપ્યો કરૂણા લાભાર્થી લખમીબેન વાઢીયાએ કહ્યું કે, ગંગા સ્વરૂપા યોજના હેઠળ મને 3 મહિનાનું પેન્શન અને એરીયર્સ મળી 10 હજારથી વધુની રકમ મળી અને હવે 2 મહિનાથી વિનામૂલ્યે અનાજ પણ મળી રહ્યું છે. તો મારે પણ આ અનાજમાંથી થોડોક ભાગ જરૂરિયાતમંદ લોકો માટે અલગ તારવવો જોઇએ.આમ જેમ ટીપે ટીપે સરોવર ભરાય તે કહેવતને ફરેર ગામ લોકોએ વાસ્તવિકમાં બદલીને પોતાના મળતા વિનામૂલ્યે અનાજમાંથી જરૂરિયાતમંદ લોકો માટે અલગ જથ્થો તારવીને સરાહનીય કામગીરી કરી કર્યું છે.