પોરબંદર: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી ભક્તો પુણ્ય કરવામાં લાગી ગયા છે. આ અંતર્ગત પોરબંદરમાં આવેલા સાંદિપની શ્રી હરી મંદિર ખાતે ભક્તો દ્વારા શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો.
શાકભાજીના શણગારમાં ભગવાનની શિવલિંગ અદભુત અને અતુલ્ય લાગી રહી હતી. જેના દર્શનનો લાભ ભક્તોએ ફરજિયાત માસ અને સોશિયલ ડિસટન્સ સાથે લીધો હતો.