- CCTV ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી તપાસ
- ચોરી કરવા આવેલી મહિલાઓ સાથે એક નાનું બાળક પણ હતુ
- સ્ટોરના માલિક દવા લેવા ગયા અને મહિલાઓએ તકનો લાભ ઉઠાવ્યો
પોરબંદરઃ શહેરના એમ. જી. રોડ પર આવેલી એક મેડિકલ સ્ટોરમાં બે મહિલાઓ બાળક સાથે દવા લેવા આવી હતી. મેડિકસ સ્ટોરના માલિક જ્યારે દવા લેવા અંદર ગયા ત્યારે એક લાખથી વધુ રૂપિયા ભરેલી થેલી કાઉન્ટર પાસે જ પડી હોવાથી આ મહિલાઓએ નજર ચૂકવી થેલી ઉઠાવી જતી રહી હતી.
![સ્ટોરના માલિક દવા લેવા ગયા અને મહિલાઓએ તકનો લાભ ઉઠાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-chori-10018_20022021125015_2002f_1613805615_781.jpg)
શંકાસ્પદ મહિલાઓ દેખાય તો પોલિસને જાણ કરવા અપીલ
પોલીસે આસપાસની દુકાનોમાં રાખેલા CCTV ફૂટેજના આધારે મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અન્ય વેપારીઓને પણ આવી શંકાસ્પદ મહિલાઓ દેખાય તો જાણ કરવા અપીલ કરી છે.