પોરબંદર : લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે અને સરકાર દ્વારા મળેલી ગાઇડલાઇન મુજબ પોરબંદર જિલ્લાને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે પોરબંદરમાં અનેક છૂટછાટ પણ આપવામાં આવી છે, પરંતુ ગ્રીન ઝોન જાહેર થયાના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ બજારમાં ઉમટયું હતું. આ દ્રશ્ય જોઈને લોકો સોશિયલ ડિસ્ટન્સ પાલન નથી કરી રહ્યા તેવુ સ્પષ્ટપણે જણાઇ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર દ્વારા તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ માસ્ક પહેરવા વિનંતી કરવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ અનેક લોકોની ધરપકડ પણ થઈ રહી છે, ત્યારે પોરબંદરમાં ત્રણ પોઝિટિવ કેસ આવ્યા હતા જેવો સારવાર બાદ નેગેટીવ થતા તેઓને રજા આપવામાં આવી હતી, પરંતુ જો હજુ પણ લોકો નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરે તો પોરબંદરની સ્થિતિ વણસી શકે તેમ છે જે આ દ્રશ્ય પરથી જોઈ શકાય.