- ગુજરાતની પરિસ્થિતિને ધ્યાને લઇને 29 શહેરોમાં કોરોના કરફ્યુ જાહેર
- નિયમ મુજબ કડક પાલન કરાવવા પોલીસનું પેટ્રોલીંગ
- જીવન જરૂરિયાતની વસ્તુની દુકાનો જ ખુલ્લી રહેશે
પોરબંદર: રાજ્યભરમાં કોરોના કહેર વર્તાવ્યો છે અને મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વાર SOP બાહર પાડવામાં આવી છે, જેમાં રાજ્યના 29 શહેરોમાં 28 એપ્રિલથી 5 મે સુધી આ કરફ્યુ લાગુ રહેશે. બુધવારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગમાં દ્વારા નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં જરૂરિયાત સિવાય બધું બંધ રહેશે
પોરબંદર જિલ્લામાં મોલ શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમાહોલ ગુજરી બજાર સિનેમાહોલ ઓડિટોરિયમ તથા વોટર પાર્ક જાહેર બાગ બગીચાઓ સલુન સ્પા બ્યુટી પાર્લર અન્ય પ્રવૃત્તિઓ બંધ રહેશે APMC પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાને પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારી જ પૂજા કરી શકશે લગ્ન પ્રસંગમાં નિયમ અનુસાર વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ હાજર રહી શકાશે અને અંતિમ વિધિમાં માત્ર 20 વ્યક્તિઓની જ હાજરી રહેશે. પોરબંદર જિલ્લામાં પણ કડક નિયમનું પાલન કરવા પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવી હતી તો લોકોએ પણ સહભાગી બની કોરોના ને મ્હાત આપવાની તૈયારી દાખવી હતી