- પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ સ્ક્રેપ યાર્ડમાંથી કેબલની ચોરી કરનાર ત્રણ ઝડપાયા
- ત્રણેય મિત્રો ભેગા મળી કરતા હતા ચોરી
- RGT કોલેજ પાસેથી મુદામાલ સાથે પસાર થતા હતા ત્રણેય
- વાહન ચેકીંગ દરમ્યાન ત્રણેય શખ્સોને મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા
પોરબંદર: શહેરમાં આવેલ સૌરાષ્ટ્ર કેમિકલના નિરમા ડિવિઝન સ્ક્રેપ યાર્ડમાં કોઈ અજાણ્યા શખ્સો કેબલ ચોરી કરી જતા હતા આ અંગે ફરિયાદ નોંધાઇ હતી. જિલ્લામાં વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોરબંદરના બિલ રોડ પર RGT કોલેજ સામેથી ચોરીનો મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સો પસાર થયા હતા. તે દરમિયાન પોલીસે પુછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ગુનાની કબૂલાત આપી હતી.
ચોરીમાં પકડાયેલ આરોપીઓ
પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ નિરમા ડિવિઝનમાં સ્ક્રેપ યાર્ડમાં કેબલ ચોરી કરતા ત્રણેય શખ્સો સાથે મળી ચોરી કરતા હતા. જેમાં જગદીશ મનસુખ મણીયાર ,વિજય રમેશ કંડારિયા, લખન નાનજી મણિયારને બાઇક સાથે ચોરીનો કોપર વાયર 44.5 મિટર કિંમત રૂપિયા 26700ના મુદામાલ સાથે પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.