ETV Bharat / state

પોરબંદરના આ રક્તદાતા અનેકના બન્યા જીવન દાતા, 151 વખત કર્યુ રક્તદાન

પોરબંદરમાં કિશોરભાઈ ચુડાસમા વર્ષોથી રકતદાન કરી રહ્યા છે અને અનેક લોકોને રક્તદાન કરવાની પ્રેરણા આપી રહ્યાં છે. તેના પરિવાર સહિતના લોકો રકતદાન કરી અનેક વાર અન્ય લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ 151 વાર રક્ત દાન કર્યું છે, તો આ ઉપરાંત સાંધા હાથ પગના દુઃખાવામાં પીડાતા લોકોને માલીસથી પણ અનેક લોકોને દુઃખાવાથી મુક્ત કર્યા છે.

પોરબંદરના આ રક્તદાતા અનેકના બન્યા જીવન દાતા બન્યા

author img

By

Published : Jun 14, 2020, 4:48 PM IST

Updated : Jun 14, 2020, 6:49 PM IST

પોરબંદરઃ જીવન અમૂલ્ય છે. તેની ખબર ક્યારે પડે જ્યારે તમે કોઈ સમસ્યાથી ઝઝૂમતા હોય અને ખાસ કરીને પરિવારનો કોઈ સભ્ય હોસ્પિટલમાં હોય અને રકતની જરૂર હોય, ત્યારે ક્યાંય પણ રક્ત ન મળતું હોય અને અચાનક જ રક્તદાતા આવી અને રક્તદાન કરી જીવન બચાવે છે, ત્યારે તે ભગવાન સમાન જ ગણાય છે. આ રીતે અનેક લોકોની જિંદગી બચાવનાર પોરબંદરના બે સેવાભાવી લોકો વર્ષોથી રકતદાન કરી રહ્યા છે અને લોક સેવા કરી રહ્યા છે.

પોરબંદરના આ રક્તદાતા અનેકના બન્યા જીવન દાતા બન્યા
પોરબંદરના આ રક્તદાતા અનેકના બન્યા જીવન દાતા બન્યા
વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વ આગળ નીકળી ગયું છે, પરંતુ માનવ રક્ત હજુ સુધી બનવી શક્યું નથી. આથી જ્યારે પણ જરૂર પડે, ત્યારે લોકો રક્તદાન કરતા હોય છે. એવા ઘણા લોકોને જોયા હશે, પરંતું વર્ષોથી રકતદાન કરતા પોરબંદરના કિશોર ભાઈ ચુડાસમા અને રાજુ ભાઈ શાહને તત્કાલીન વડાપ્રધાન મોદીએ પણ રકતદાન કરવા બદલ સન્માનિત કર્યા છે.

પોરબંદરમાં કિશોરભાઈ ચુડાસમા વર્ષોથી રકતદાન કરી રહ્યા છે અને અનેક લોકોને રકતદાન કરવાની પ્રેરણા આપી રહ્યાં છે. તેના પરિવાર સહિતના લોકો રકતદાન કરી અનેક વાર અન્ય લોકોના જીવ બચાવ્યા છે. સમયની પરવાહ કર્યા વગર ઇમરજન્સીમાં પણ રક્ત દેવા વહેલા સર પહોંચી જાય છે. તેઓએ 151 વાર રક્ત દાન કર્યું છે, તો આ ઉપરાંત સાંધા હાથ પગના દુઃખાવામાં પીડાતા લોકોને માલીસથી પણ અનેક લોકોને દુઃખાવાથી મુક્ત કર્યા છે. કિશોરભાઈ ચુડાસમાના જણાવ્યા અનુસાર દુઃખમાં પીડિત લોકોની સેવા કરવી એ પરમ ધર્મ છે.
પોરબંદરના આ રક્તદાતા અનેકના બન્યા જીવન દાતા, 151 વખત કર્યુ રક્તદાન
જ્યારે રાજુભાઇ શાહને પણ પોરબંદરના લોકો રકતદાતા તરીકે ઓળખે છે અને તેઓએ પણ અનેક લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ તેઓ એ એક વિનંતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ એક કમ્પનીમાં નોકરી કરતા હોય અને જ્યાં ઘણી વાર ચાલુ નોકરી પર રક્તદાન કરવા માટે ફોન આવે તો કમ્પની દ્વારા રજા આપવામાં ન આવતી હોવાથી યોગ્ય સમયે રકતદાન કરી નથી શકતા. આમ રાજુભાઈને આ મુશ્કેલી અનેક વાર ઉભી થાય છે આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.

Last Updated : Jun 14, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.