- ચિત્રકારે કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામ કરતી રંગોળી બનાવી
- રંગોળી દ્વારા અનોખો સંદેશો પાઠવ્યો
- રંગોળી બનાવવા 8 કલાકનો સમય લાગ્યો
પોરબંદરઃ શહેરમાં એક ચિત્રકારે કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફને સલામી પાઠવતી રંગોળી બનાવી છે. રંગોળી દ્વારા અનોખો સંદેશો પણ પાઠવ્યો છે, જેમાં કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવા અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ પણ કરાઈ છે.
રંગોળી બનાવવા 8 કિલો કલર વાપરવામાં આવ્યો
સામાન્ય રીતે રંગોળી કરવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગતો હોય છે. જ્યારે આ મહા રંગોળી બનાવવામાં ચિત્રકાર રાણા ટીંબાને 8 કલાકનો સમય લાગ્યો હતો. આ રંગોળી બનાવવામાં 8 કિલો જેટલો કલર વાપરવામાં આવ્યો છે. રાણા ટીંબાની આ કામગીરીને તબીબી સ્ટાફે પણ સરાહનીય ગણાવ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બનાવેલી આ મહા રંગોળી જોવા અનેક લોકો આવી રહ્યા છે.