પોરબંદરઃ પોરબંદર ફોરેસ્ટ વિભાગમાં આવતા બરડા વન્ય પ્રાણી અભયારણમાં સાતવીરડા લાયાન જીન પૂલ ખાતે એક સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો. ફોરેસ્ટ વિભાગના આધિકારી દીપક પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો અને બંને બચ્ચા તંદુરસ્ત છે.
બરડા અભયારણ્યમાં આવેલા જીન પુલમાં બે નર અને બે માદા સિંહ રાખવામાં આવ્યા છે. જેમાં આ અગાઉ એક માદાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જેઓને જૂનાગઢ સક્કરબાગમાં મોકલાયા હતા. જ્યાં 2 બચ્ચા સુરક્ષિત છે.
જ્યારે આજે વહેલી સવારે જન્મેલા સિંહ બચ્ચાનું જતન માદા સિંહણ કરી રહી છે અને જિન પુલ વિસ્તારમાં સેનિટાઇઝ કરી વનવિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.