પોરબંદર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) 2011 અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. પોરબંદર તારીખ 4 ના પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આચાર સંહિતાના અમલ બેઠકમાં ન્યાયી વાતાવરણમાં જિલ્લાની વિધાનસભા વિસ્તારમા ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતાના અમલ તેમજ જિલ્લામાં મતદાન મથકોની વિગત, દિવ્યાંગ તથા 80થી વધુ વયના વરિષ્ઠ મતદારોની વિગત, સખી મતદાન મથક, જુદી જુદી નિમણૂક થયેલ ટીમની વિગત, પોલીંગ સ્ટાફ, ફરિયાદ નિયંત્રણ સેલ, યુવા મતદારો સહિત બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શર્માએ પત્રકારોને જરૂરી જાણકારી આપી હતી.
દિવ્યાંગ મતદારો જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ કે, પોરબંદર જિલ્લામા કુલ 494 મતદાન મથકો, 14 સખી મતદાન મથકો, 20 નોડલ અધિકારીઓ, 2680 પોલીંગ સ્ટાફ, જિલ્લામા કુલ 4794 દિવ્યાંગ મતદારો તથા 10079 મતદારો 80 થી વધુ વયના 83 પોરબંદર વિધાનસભામા 265280 મતદારો તથા 84 કુતિયાણામા 225763 મતદારો તથા 6046 મતદારો 18-19 વયજુથના છે. તેમ પત્રકારોને જણાવ્યુ હતુ.