પોરબંદર-રાજકોટ હાઇવે પર અનેક અકસ્માતના બનાવો બને છે. ટોલ નાકાથી પોરબંદર આવતા રસ્તા પર ચાલતા ટ્રક માંથી પણ પથ્થરો પડેલા હોય છે. જેના કારણે અને રસ્તામાં ઢોરના કારણે અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે.
પરંતુ સરકાર દ્વારા ટેકસ ઉઘરાવવામા આવે છે. અને રોડ સેફટી અંગેની મિટિંગો અને ટ્રાફિક વિકની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રસ્તામા આવતા અવરોધોને દૂર કરવા અને અકસ્માત નિવારવા માટે નું શુ તંત્રનું કાર્ય નથી. તેવા સવાલો પોરબંદર હાઇવે પર પસાર થતા વાહન ચાલકોએ કર્યા હતા