પોરબંદરઃ જિલ્લામાં અતિભારે પડેલા વરસાદના કારણે પોરબંદર શહેરમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. પોરબંદરથી દ્વારકા જતો નેશનલ હાઇવે જેમાં જુબેલી પુલથી રોકડીયા હનુમાન મંદિર સુધીનો રસ્તો અતી બિસ્માર બન્યો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ રસ્તાને રીપેરીંગ અને તેના પર સ્ટ્રીટ લાઈટની સુવિધ શરૂ કરવાની પાલીકા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
ઉલ્લેખનિય છે કે આ રસ્તો પોરબંદર -દ્વારકા નેશનલ હાઈવે અને પોરબંદરના ઔદ્યોગિક વિસ્તાર એવા GIDC સાથે સંકળાયેલ છે, માર્કેટિંગ યાર્ડ પણ આ જ રસ્તામાં આવેલુ છે. ફિશિંગ માટે જરૂરી એવો બરફ GIDC વિસ્તાર માંથી આજ રસ્તે પસાર થાય છે. તેમજ ખાપટ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનની અવર જવર હોય છે.
હાલના તબક્કે આ જુબેલિના પુલથી રોકડિયા હનુમાન સુધીનો રસ્તો ખુબજ જર્જરિત હાલતમાં છે. જેના હિસાબે અનેક અકસ્માતોનો ભોગ અનેક માણસો બની રહ્યા છે. તાત્કાલીક ધોરણે આ રસ્તો રિપેર કરી તેમજ સ્ટ્રીટ રસ્તા પર ફીટ કરી આપવા આમ આદમી પાર્ટીએ પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.