પોરબંદરના રેલ્વેસ્ટેશન રોડ પર ગોકાણી વાડી સામે દયાળ ભવનમાં રહેતા અને દરજીકામનો વ્યવસાય કરતા લાભશંકર ગોકલદાસ જોષી નામના વૃદ્ધે પોલીસ ફરિયાદ તેમની 23 વર્ષીય પુત્રી ગૂમ થઈ હતી. આ યુવતી રાત્રી સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ રીમાની કોઈ માહિતી ન હતી.
ઈન્દિરાનગર વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે જમીનમાં અર્ધ દાટેલી એક યુવતીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી હતી. અને મૃતદેહને બહાર કાઢતા આ યુવતીને સળગાવી કોઈએ દાટી દીધેલી હોવાનું ખૂલ્યું હતું. મૃતક યુવતિના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ઘરે નહી આવું તેવો પિતરાઈ બહેનને મેસેજ કર્યો
લાભશંકર ભાઈ ની એક ની એક પુત્રી રીમાએ બરોડા સાસરે રહેતી તેની પિતરાઈ બહેન નિધિ ને મેસેજ કર્યો હતો કે, મેં બે વરસ પહેલા લગ્ન કરી લીધા છે. અને હવે હું ઘરે નહી આવું હું તમારા માટે મરી ગઈ છુ.
મૃતક રીમા ની સગાઈ સાતેક માસ પહેલા છાયા વિસ્તારમાં રહેતા નીરવ વિજય થાનકી નામના યુવાન સાથે થઇ હતી. અને આગામી 7-12-19 ના રોજ તેના લગ્ન પણ હતા. પરંતુ ગઈ કાલે તેનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ તેણે એક મંગલસૂત્ર પહેરેલ હતું જે રીમા ના પપ્પા કે સાસરિયા એ કોઈ એ તેને આપ્યું ન હતું. તેથી મંગલસૂત્ર જોઈ ને તેના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા.